ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો જેવા સૂત્ર જીવનમાં અપનાવાના હાકલ

0 0
Read Time:2 Minute, 15 Second

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ સાથે નવસારી પોલીસ સજ્જ બની છે. આજ રોજ નવસારી જિલ્લામાં 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીને એલસીબી કચેરી ખાતે રાઉન્ડઅપ કરી જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ છોડવા સૂચના પાઠવી છે. વધુમાં તેમને ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો જેવા સૂત્ર જીવનમાં અપનાવાના હાકલ કરી છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા ઉદ્દેશ સાથે નવસારી પોલીસ એકશનમાં આવી છે. આજ રોજ નવસારી જિલ્લામાં આવેલ બુટલેગરો, જુગારીઓ અને NDPS ગુનામાં સંડોવાયલા આરોપીને નવસારી LCB કચેરી ખાતે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ગુનાહિત પ્રવૃતિઓ છોડવા કડક શબ્દોમાં સૂચના પાઠવી છે. જેમાં તેમને પૂછપરછ કરી કાયદામાં રહેવા માટે સમજ આપવામાં આવી છે. આવા આરોપીઓ જો કાયદામાં ન રહે તો તેમના વિરુદ્ધ પગલાં લઈને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવા સૂત્ર તેમને જીવનમાં અપનાવાના હાકલ કરી છે. આ સાથે પુરુષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. તથા અલગ અલગ ગુનાઓમાં  આવેલા મહિલાઓને સમાજમાં ફરી મુખ્ય ધારામાં જીવન જીવે તે માટે પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 43 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 91 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 136 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 57 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 70 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 159 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો