ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે સી.સી.ટી.વી કેમેરા મૂકવા નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

0 0
Read Time:4 Minute, 24 Second

નવસારી : નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ એક હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટ્રોલપંપ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન)  વીથ રેકોડીગ સીસ્ટમ મુકવામાં હુકમ કર્યો છે.

સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં આ કડી મહત્વની બને એટલુ જ નહી ગુનેગારોની વિરુધ્ધમાં આ અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય. જેથી જિલ્લામાં આવેલા તમામ પેટ્રેલપંપ ઉપરના ફીલીગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલી દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલા વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. નવસારી જિલ્લામાં આવેલા તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમા આવેલી દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડીગ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે.

જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનોના નંબર આઇડેન્ટીફીકેશન થાય તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. તમામ એ.ટી.એમ.સેન્ટરો સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (૨૪ કલાક માટે ) રાખવાં જેથી વ્યકિતઓનું આઇડેન્ટીફીકેશન થઇ શકે સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીંગ કરી શકે તેવા કવોલીટીનાં રાખવા ૩૦ દિવસ સુધી રેકોર્ડીગ રહે તેવી વ્યવસ્થા રાખવી. જિલ્લામાં આવેલ તમામ મોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહો, બેન્કો, કલબો, અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન, બહુમાળી ઈમારતો વિગેરે જગ્યાઓમાં અંદર બહારના વિસ્તારો પણ આવરી લે તે રીતે નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સી.સી.ટી.વી. કેમેરા લગાડવા તથા સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીંગ ૩૦-દિવસ સુધી સંગ્રહ કરવાનું અને તે જોવાની જવાબદારી સંચાલક/માલિકની રહેશે.

ચીલઝડપ, ચોરી, ધાડ, લુંટ,બોમ્બ બ્લાસ્ટ કરવાના પ્રયત્નો તથા સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તેમજ લોકોની અવર-જવરવાળા વિસ્તારથી માહિતગાર થઇને તેઓની ગેરકાયદેસરની  પ્રવૃતિને અંજામ આપતા હોય છે. બેંકો, નાણાંકીય સંસ્થાઓ, સોના ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ/શોપીંગમોલ, શોપીંગ સેન્ટરો, કોર્મશીયલ સેન્ટરો,  હોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજીંગ બોર્ડીગો, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડીંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સી.સી.ટી.વી. કેમેરા મુકવા જણાવવામાં આવે છે. આ હુકમ તા.૨૧/૦૩/૨૦૨૫ થી તા.૧૯/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.  આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 92 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 58 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો