નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

0 0
Read Time:2 Minute, 29 Second

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૯,૭૯૩ લોકોને મેદસ્વિતા મુકત જીવનશૈલી માટે પ્રેરિત કરાયા

નવસારી :  માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "મન કી બાત" કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આપેલા આહવાનને અનુસરીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં "સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવી છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો દ્વારા સામાજિક અને વ્યવહાર પરિવર્તન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોમ્યુનિટી મીટિંગો, જૂથ ચર્ચાઓ (Group Discussions), વ્યક્તિગત પરામર્શ (IPC – Interpersonal Communication), શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં પ્રેરણાદાયક માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ આઈ.ઈ.સી.પ્રવૃત્તિઓ દ્વારા નવસારી જિલ્લાના અંદાજે ૯,૭૯૩ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા છે.

આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ અભિગમને સુસંગત રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ આગામી સમયગાળામાં પણ આ અભિયાનને વિસ્તૃતરૂપે અમલમાં મૂકી રાજ્ય સરકારના હેતુને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 51 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 141 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 83 views

  • 171 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો