ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

0 0
Read Time:2 Minute, 36 Second

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના ઊભી કરવાનું હતું. રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડ્સ ઑફ નેચર, નવસારીના સહયોગથી શાળાને ૩૫ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા. શાળાની ઇકો ક્લબ દ્વારા વધારાના કુંડા અને માળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

ઇકો ક્લબ કન્વીનર સરસ્વતી ચૌધરીએ સમગ્ર પ્રવૃત્તિની માહિતી આપી. માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનું કામ સંવેદનશીલતા માટે જીવંત પ્રયોગશાળા બની રહ્યું છે.” આ પ્રસંગે આશ્રમ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ રત્નાણીએ કુંડાઓને “પક્ષીઓ માટે આશીર્વાદરૂપ” ગણાવ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર ડૉ. આચાર્ય ચંદ્રગુપ્તે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ આહિરે પક્ષીઓના માળા લગાવવાના યોગ્ય સ્થળોની સૂચના આપી હતી.

ગુરુકુળમાં પર્યાવરણ પ્રહરી પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ રેલી જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણપ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઉપરાંત, પર્યાવરણ વિષયક પુસ્તકો શાળાના પુસ્તકાલયમાં વસાવવામાં આવે છે, વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ બાબતે વાર્તાલાપ થાય છે, ગૌશાળાની મુલાકાત, પશુ–પક્ષી માટે સંવેદના ઉદભવે તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિ ગુરુકુળના શિક્ષણ તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 50 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 140 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 82 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 169 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો