નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

0 0
Read Time:2 Minute, 44 Second

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ

નવસારી : પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તથા નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી છોડોનું ઉત્પાદન થાય તે હેતુથી નવસારી સમાજિક વનીકરણ વિભાગ તથા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સયુંકત ઉપક્રમે નાયબ વન સંરક્ષકશ્રી ભાવનાબેન દેસાઈના અધ્યક્ષતા હેઠળ એક દિવસીય ચિંતન શિબિર સાથે કાર્યશાળા યોજાઈ હતી .

આ પ્રસંગે  નાયબ વનસંરક્ષકશ્રી ભાવનાબેન  દેસાઈએ જણાવ્યું કે ““નર્સરીના ઉચ્ચ ગુણવત્તાવાળા છોડના ઉત્પાદન માટે રાસાયણિક મુક્ત પ્રાકૃતિક પદ્ધતિઓ ખૂબ અસરકારક છે. આવા ઉપાયો દ્વારા ખેતી સાથે જોડાયેલા લોકોને નવું જ્ઞાન મળી શકે છે તે ચિંતન શિબિરનો મુખ્ય હેતુ છે. ”શિબિરનો મુખ્ય હેતુ રાસાયણિક આધારિત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ પરિવર્તન, પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ, જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ તેમજ નર્સરીના છોડોના ઉત્પાદનમાં ગુણવત્તા તથા પ્રમાણ વધારો કરવા અંગે યથાસંભવ પગલાં બાબતે  ચર્ચા કરવામાં આવી હતી .

આ ચિંતન શિબિરમાં સમાજિક વનીકરણ વિભાગના ડી.સી.પી , એસ.સી.પી , એસ.એચ.જી , નર્સરીના લાભાર્થીઓ તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હાજર રહ્યા હતા . તેઓને  જીવામૃત, વર્મીક્મ્પોસ્ટ ,નર્સરી ઉછેર , વોટર હર્વેસ્ટીંગ ,સીડ ટેકનોલોજી જેવા વિષયો પર વિગતવાર માહિતી આપી તેમજ જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની પ્રેક્ટીકલ તાલીમ આપી હતી.  આ શિબિરમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ.કે.એ.શાહ , આસીસ્ટનટ કન્ઝેવેટર ઓફ ફોરેસ્ટશ્રી કેયુર પટેલ , સમાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ , પ્રાકૃતિક  ખેડૂત પ્રતિનિધિઓ તેમજ સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન

૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા નવસારી,તા.૦૭: નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ વર્ષ…

કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ

નવસારી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડૉ.દિક્ષીતા પ્રજાપતિએ વિવિધ ફળપાકોમાંથી તેમજ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 51 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 141 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 83 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 170 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો