
નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ .
નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ પાણી ટાંકી જર્જરીત થતા જમીન દોસ્ત કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આજ મોડી સંધ્યાકાળે પાણી ટાંકી ઉતારી લેવાઈ છે, જે દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગ કંપાઉન્ડ દિવાલ પર પડતાં ધરાશાયી થતાં ભારે નુકસાન થયું છે. જોકે આ ધટનામાં જાનહાનિ તળી છે પરંતુ કાર અને મોટર સાયકલને ભારે નુકસાન થયું છે.
નવસારી મોટા બજાર વિસ્તાર પાસે કોટ મહોલ્લામાં જૂની પાણીની ટાંકીમાંથી લીકેજ બિન ઉપયોગમાં હતી. વર્ષ ૧૯૬૦માં સાડા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પાણી ટાંકી લીકેજ સાથે જર્જરિત થઇ હતી. આ પાણી ટાંકીની ૬૨થી વધુ વર્ષ બાદ સમય મર્યાદા પૂનઃ થતા પાણી ટાંકી ઉતારી લેવા કામગીરી ચાલી રહી હતી ત્યારે આજ મોડી સંધ્યાકાળે પાણી ટાંકી ધડામ દઈને કકડ ભૂસ થવાથી આ વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સ્થાનિકોએ અનુભવી છે. જમીન દોસ્ત દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગે નવી પાણી લાઈનમાં ભંગાણ કર્યું છે. પાણી લાઇન તૂટી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થયો છે . પાણી લાઇન પણ તૂટી જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પાણી લાઇન ડેમેજ થતા મોટા બજાર, મરીયમપુરા, ગોલવાડ અને તરોટા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વાળયા હતા. શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. આ વિસ્તારોમાં આવેલ દુકાનદારો, વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે આ ધટનાને પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના જવાનો અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
નવસારી શહેરમાં સૌપ્રથમ બનાવેલી પીવાના પાણી માટેની ટાંકી જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરવા એક એજન્સીને કામગીરી આપવામાં આવી હતી પરંતુ આ એજન્સીની બેદરકારીને પગલે મોટી દુર્ધટના તળી છે. જમીન દોસ્ત દરમ્યાન પાણી ટાંકીનો કેટલોક ભાગ કંપાઉન્ડ દિવાલ પર પડતાં દિવાલ ધરાશાયી થઇ છે. રસ્તા પર કાટમાળ પડતાં માર્ગ બંધ થયો છે. આ ઘટનામાં એક કાર સહિત ગ્રામ્ય પોલીસે વિવિધ ગુનારોમાં કબજે કરેલ મોટર સાયકલને ભારે નુકસાન થયું છે. આ દિવાલ ધરાશાયી ઘટનાને પગલે કાટમાળ રસ્તા પર પડતાં મોટા બજારનો રસ્તો બંધ કરાયો છે. ઉપરાંત, પાણી લાઇન તૂટી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થતાં સિમિત વિસ્તારમાં હાલાકી પડશે .
સાડા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે લોકાર્પણ થયું હતું. (ફાઈલ ફોટો )



