નવસારીમાં જૈન મુનિ પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી  92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા, બપોરે 1 કલાકે પાલખીયાત્રા નીકળશે

0 0
Read Time:2 Minute, 32 Second

મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજીના દર્શન

સંસ્કારી નગરી નવસારી જૈન ધર્મનું તીર્થ ધામ છે. જૈન મુનિઓને નવસારી શહેર વધુ પ્રિય છે. સંસકારી નગરીમાં જૈન સમાજ સાથે તમામ ધર્મના લોકો જૈન મુનિઓને આશિષ મેળવવા ઉમટી પડતા હોય છે. ત્યારે નવસારી શાંતાદેવી  ખાતે સ્થિત શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન  પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામ્યા છે. જેને લઈને જૈન  સમાજ સાથે નવસારી શહેરમા શોક વ્યાપી ગયો છે.

શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન  પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી ચાતુર્માસ નિમિતે  બિરાજમાન હતા. આચાર્ય હેમ પ્રભુસુરીશ્વરજી ભગવાનનો 65 વર્ષનો દીક્ષા પર્યાય છે. તેઓ છેલ્લા ઘણાં દિવસથી બીમાર હતા. અને તેઓને ખાનગી હોસ્પિટલમાં  સારવાર આપવામાં આવી રહી હતી. ગત રોજ શાંતાદેવી રોડ સ્થિત શ્રી આદિનાથ જૈન સંઘમાં સાંજે કાળધર્મ પામ્યા છે. મહારાજ સાહેબના દુઃખદ સમાચાર થી જય. સમાજમાં શોક વ્યાપી ગયો છે. ગત સાંજથી જ આચાર્ય ભગવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપાશ્રય ખાતે પહોંચી રહયા છે.

 ગત શુકરવારને  27મી તારીખના રોજ સાંજે 6:21 કલાકે પુષ્પ નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા છે. પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુ સુરીશ્વરજી  92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે. આજ બપોરે 1 કલાકે  શહેરના રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળશે. આ મહારાજ સાહેબના દર્શન સાથે પાલખીયાત્રાનું જીવંત પ્રસારણ સત્ય પ્રહરી પર નિહાળી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 91 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 57 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો