સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’

0 0
Read Time:3 Minute, 8 Second

આગીયા સહિત વિવિધ પશુ પક્ષીઓના ૧૦૦ જેટલા ખાસ ફોટોઝએ નાગરિકોના મનમોહ્યા

રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો, વિધાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત નાગરિકો વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ નવસારી, સૂપા રેન્જ દ્વારા તા.૦૪ ઑક્ટોબરથી તા.૦૬ ઑક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આજરોજ નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને આ એક્ઝીબીશનનો ભવ્ય શુભારંભ કરાયો હતો.

આ એક્ઝીબીશનમાં સમગ્ર ગુજરાતના અંદાજિત ૩૬ જેટલા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે ગુજરાતના ખૂણે ખૂણેથી કેમેરામા ક્લિક કરાયેલા અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓના ફોટોઝની ૨૦૫ જેટલી એન્ટ્રીઓ મોકલવામાં આવી હતી. જેમાંથી પસંદગી પામેલી ૧૦૦ ખાસ ફોટોગ્રાફ્સને કાર્યક્રમમા પ્રદાર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મીનલબેન દેસાઈ, નગરપાલિકા પ્રમુખ ,પ્રતિભાબેન આહીર નવસારી તાલુકા પ્રમુખ ,ભાવના બી.દેસાઈ ડીસીએફ નવસારી,ડો. મીનલ ટંડેલ ડિન ફોરેસ્ટ્રિ કોલેજ નવસારી ,ડો.આદિલ કાઝી, પ્રોફેસર ફોરેસ્ટ્રિ કોલેજ સહીત વિવિધ પદાધિકારીશ્રીઓ, શાળા-કોલેજના વિધાર્થીઓ, શહેરીજનો, પ્રકૃતિ પ્રેમીઓ, જિલ્લાની વિવિધ એન. જી. ઓ.સામાજિક વનીકરણ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને ફોટોગ્રાફર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને એન જી ઓ ના સદશ્યો ને પ્રમાંણપત્ર આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમને સુપેરે પારપાડવા સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ હિનાબેન સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

નોંધનિય છે કે, આ એક્ઝીબીશન આગામી તા.૦૬ ઑક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે માણી શકાશે. જેનો મહત્તમ લાભ લેવા સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 43 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 91 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 136 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 57 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 70 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 159 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો