જલાલપોર તાલુકામાં ગામે ફાળવેલા તળાવ ગેરબંધારણીય

0 0
Read Time:3 Minute, 15 Second

નવસારી જિલ્લામાં 52 કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલ છે. જિલ્લાના જલાલપોર તાલુકાના લોકો મત્સ્યપાલન વ્યવસાય કરે છે. ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકાના 130 જેટલા તળાવો મત્સ્ય ઉછેર કરવા ફાળવણી કરી છે. આ તમામ તળાવો ગ્રામપંચાયતની પરવાનગી વિના મત્સ્ય ઉછેર અર્થે ફાળવણી કરવામાં આવી છે જેના વિરોધમાં જલાલપોર ગામોના અગ્રણીઓ અને સરપંચો દ્વારા કલેકટર ક્ષિપ્રા આગ્રે સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને આવેદનપત્ર પાઠવી તળાવો ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે.

નવસારી જિલ્લામાં ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન સાથે લોકો જોડાયેલ છે. જલાલપોર તાલુકામાં દરિયાકાંઠે વિસ્તારમાં મત્સ્ય ઉછેર અર્થે તળાવો આવેલ છે. જેમાં સોથી વધુ જિંગા તળાવો આવેલ છે. આ તળાવ મત્સ્ય ઉછેર માટે જીવાદોરી છે. ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકાના ગામોના તળાવો મત્સ્ય ઉછેર કરવા ફાળવણી કરી છે. આ તમામ તળાવો ગ્રામપંચાયતની પરવાનગી વિના મત્સ્ય ઉછેર અર્થે ફાળવી દેવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના હાલ કરાખત, પરૂજણ, માંગરોળ, પરસોલી, ભિનાર, ભાઠા ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દિપલા, વાંસી, બોરસી, માછીવાડ, સિમળગામ, દેલવાડા જેવા અનેક ગામો પીવાના પાણીની અછત  છે. આ કાંઠા વિસ્તારમાં કેટલાક તળાવોમાં પંચાયતો  દ્વારા સ્વખર્ચે બોર બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરી ગામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. જલાલપોર તાલુકાના કેટલાક તળાવોમાં સિંગોળા અને કમળ કાકડી ઉછેર કરવામાં આવ્યા છે.

નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકા ગામોના તળાવો મત્સ્ય ઉછેર અર્થે ગ્રામ પંચાયતની પરવાનગી વિના ફાળવણી કરવામાં આવી છે જેને લઈને જલાલપોર તાલુકાના સરપંચોએ આ નિર્ણયનો વિરોધ કરી તળાવની ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે. આજ રોજ  જલાલપોર તાલુકા વિવિધ ગામોના સરપંચ અને અગ્રણીઓએ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર પાઠવી તળાવો ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ સરપંચો અને અગર્ણીઓએ સખત શબ્દોમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈને મત્સ્ય ઉછેર માટે તળાવ ફાળવણી ગેરબંધારણીય હોવાથી તત્કાલીન ફાળવણી રદ કરવા રજૂઆત કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 86 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 132 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો