ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી આહવા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

0 0
Read Time:3 Minute, 22 Second

આહવા તાલુકામા ૧૩૬ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧૬ લાખ ૪૨ હજાર ૨૮૮ ના સાધનો વિતરિત કરાયા

આહવા: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા ૭૫ સામાજિક અધિકારીતા શિબિરોના માધ્યમથી, દિવ્યાંગજનો માટે ભારત સરકારની ‘એડીપ’ યોજના હેઠળ શ્રેર્ણીબદ્ધ નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનુ આયોજન કરાયુ છે.

વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનોને નિ:શુલ્ક સાધન સહાયનુ કરાયુ વિતરણ

આ કાર્યક્રમો અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ‘એડીપ’ યોજના હેઠળ, દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.આ પ્રસંગે દિવ્યાંગજનોને આપવામા આવતા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ. આ સાથે ડાંગ જિલ્લાના અન્ય દિવ્યાંગજનોની નોંધણી કરી, તેઓને પણ આવા સાધનો ઉપલબ્ધ થાય ટેવ સુચન પણ તેમણે આ વેળાએ કર્યું હતુ.  આ કેમ્પમા દિવ્યાંગ લાભાર્થીઓને રાઇઝ ટ્રાઇસિકલ, ટ્રાઇસિકલ, કુત્રિમ હાથ પગ, સ્માર્ટ કેન, કાનનુ મશીન, મોબાઇલ, સી.પી.ચેર, વ્હલીચેર જેવા સાધનોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કુલ ૨૭૮ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૩૫ લાખથી વધુની રકમના ૪૫૬ જેટલા વિવિધ સાધનોનુ વિતરણ કરવામા આવ્યુ છે. જેમા આહવા તાલુકાના ૧૩૬ લાભાર્થીઓને ૨૩૫ સાધનો રૂ.૧૬ લાખ ૪૨ હજાર ૨૮૮ ના ખર્ચે, સુબીર તાલુકાના ૭૫ લાભાર્થીઓને ૧૩૬ સાધનો રૂ. ૮ લાખ ૪૧ હજાર ૯૬૨ ના ખર્ચે, અને વઘઇ તાલુકાના ૬૭ લાભાર્થીઓને ૧૨૧ સાધનોનુ રૂ. ૯ લાખ ૩૩ હજાર ૧૫૩ના ખર્ચે એલીમકો-ઉજ્જૈનન તથા ડાંગ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વિજેન્દ્ર ગોહીલ, પ્રોબેશન ઓફિસર શ્રી મહેન્દ્રભાઇ ચાવડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગ જોષી, એલીમકો-ઉજ્જૈનના શ્રી ચંદન ચંદ્રા, શ્રી રામોજી તથા તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો