
નવસારી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સફાઈ અભિયાનમાં આજરોજ દરેક યોગ વર્ગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં વાજપેય ગાર્ડન ખાતે મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા અંતર્ગત આપણું ઘર આંગણુંથી લઈ અને જાહેર રસ્તાઓની પણ સફાઈ થાય એ હેતુ એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ વર્ગમાં આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરાવવામાં આવનાર હતી.
નવસારી જિલ્લાના તમામ 100 જેટલા યોગ વર્ગમાં પણ આજે સફાઈનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમં નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી જિલ્લા નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. યોગ બોર્ડ દ્વારા સ્વચ્છ નવસારીનો સંદેશ તમામ નાગરિકોને આપ્યો હતઓ. તથા સ્વચ્છતા જ સમૃદ્ધિ લાવી શકે છે એ હેતુથી લોકજાગૃતિ લાવામાં આવી હતી. આ કાર્યકમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સફાઈ કામગીરીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી, ઓ.એસ.ડી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય બોર્ડની ટીમનો સારો પ્રતિસાદ મળ્યો હતો.