ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ, વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

0 0
Read Time:7 Minute, 15 Second

નવસારીઃ નવસારી જિલ્લામાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે પ્રતિમાઓનું વિસર્જન તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સાર્વજનિક મંડળો ઘ્વારા ગણપતિજીની શોભાયાત્રા રૂપે નીકળી જે તે રૂટ ઉપરથી વિસર્જન કરવા માટે નદીના ઓવારા, તળાવ, દરિયા પર જઇ વિસર્જન કરવામાં આવનાર છે. તા.૧૭ મીના રોજ સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી કોઇ વાહન અકસ્માત ન સર્જાય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ અઘટિત ધટના ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ નીચે મુજબના રૂટો ઉપર સવારના ૯-૦૦ કલાકથી ગણપતિ વિસર્જન પુર્ણ થાય ત્યાં સુધી મોટા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


વિસર્જન રૂટ પ્રતિબંધિત માર્ગ કાલિયાવાડી નાકા થી ઝવેરી સડક, વિરાવળ નાકા થઇ કસ્બા ત્રણ રસ્તા સુધી, વૈકલ્પિક માર્ગ તરીકે લુન્સીકુઇ ચાર રસ્તાથી દશેરા ટેકરી, કાલિયાવાડી નાકા, ગ્રીડ, ધારાગીરી, ધોળાપીપળા, કસ્બા થઇ સચીન થઇ સુરતના માર્ગના વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. પ્રતિબંધિત માર્ગ સ્ટેશનથી ફુવારા ગોલવાડ, ટાવર, લાયબ્રેરી થઇ જુનાથાણા માટે વૈકલ્પિક માર્ગ રેલ્વે સ્ટેશનથી સાંઢકૂવા ઢાળ, આશા નગર, દુધિયા તળાવ, ઉસ્માની ચીકન સેન્ટર, સિંધી કેમ્પ સર્કલ થઇ કનૈયાલાલ મુન્સી સર્કલ થી સર્કિટ હાઉસ સર્કલ થઇ એલ.સી.બી. ઓફિસ, ઍસ.ટી.ડેપો સુધીના માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે. સુરત મરોલી ચાર રસ્તાથી નવસારી શહેરમાં આવતા વાહનોઍ પ્રતિબંધ માર્ગને બદલે મરોલી ચાર રસ્તાથી કસ્બા થઇ ધોળાપીપળા થઇ ને.હા.નં-૪૮ થઇ ગ્રીડ ચાર રસ્તા થઇ નવસારી શહેરનો ઉપયોગ કરવો.


નવસારીથી સુરત બારડોલી અને મુંબઇ જવા આવવા માટે વાહનચાલકો લુન્સીકુઇથી દશેરા ટેકરી થઇ કાલિયાવાડી નાકા, ગ્રીડ થઇ સુરત/બારડોલી જવા-આવવાનો ઉપયોગ તેમજ બીલીમોરા, ગણદેવી, ચીખલી, વલસાડ, સાપુતારા તેમજ મુંબઇ જતા આવતા વાહનચાલકો તીઘરા નાકા થઇ ઇંટાળવા થઇ ગણેશ સિસોદ્રા થઇ નેશનલ હાઇવે નં-૪૮ નો ઉપયોગ કરી શકાશે. ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ સરદાર ચોક- બસ સ્ટેન્ડ, રામજી મંદિર, બંધારા વેંગણીયા નદી થઇ બીલીમોરા તરફ જતા વાહનો વૈકલ્પિક માર્ગ ગણદેવી ચાર રસ્તા થી ધનોરી નાકા, સુગર ફેકટરી રોડ થઇ બીલીમોરા તરફ જતો માર્ગનો ઉપયોગ કરવો. વલોટી બ્રહમદેવ મંદિર થઇ બંધારા વેંગણીયા નદી થઇ રામજી મંદિર, બસ સ્ટેન્ડ, સરદાર ચોક, ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ વલોટી બ્રમહદેવ મંદિરથી ભૈયા ટેકરી, કસ્બા રેલ્વે ફાટક, સુગર ફેકટરી થઇ ધનોરી નાકા થઇ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો. સુરત મરોલીથી આવતા વાહનો મરોલી ચાર રસ્તાથી કસ્બા ત્રણ રસ્તા થઇ ધોળાપીપળા, ગ્રીડ, કાલિયાવાડી થઇ નવસારી તરફ જતો માર્ગ વાહનચાલકો ઉપયોગ કરી શકશે. જુનાથાણા થી ગ્રીડ થઇ ને.હા.નં-૪૮ તરફ જતો માર્ગ ઉપયોગ કરી શકાશે. અલ્કાપુરી સોસાયટીથી મારૂતિનગર, રવિપાર્ક, છાપરા રોડ થઇ ગાંધી સ્મૃતિ ઓવરબ્રીજ તરફ જતો માર્ગ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.

પ્રતિબંધિત માર્ગ વિઠૃલમંદિરથી શિવાજી ચોક, સરદાર ચોક, માણેકલાલ રોડ, હેડ પોસ્ટ અફિસ થઇ સાંઢકુવા માટે વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ શિવાજી ચોકથી તથા ભકિતનગર નાકા થઇ ઉદ્યોગનગર, ગૌતમનગર થઇ રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવો. જલાલપોર પોલીસ સ્ટેશનથી મીઠા કુવા, પુણેશ્વર, ઘેલખડી થઇ વિજલપોર ફાટકથી જલાલપોર ફાટક તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો. દાંડી આટ ત્રણ રસ્તાથી આટ ગામ, એરૂ, ભાનુનગર કોલેજ થઇ મંદિર ગામ, ગાંધી ફાટક ઓવરબ્રીજ તરફ જતો માર્ગ ઉપયોગ કરી શકાશે. એરૂ ગ્રામ પંચાયથી હાંસાપોર થઇ ગાંધી ફાટક ઓવરબ્રીજ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો.


મરોલી સી.એચ.સી.થી મરોલી બજાર થઇ ગુજરાતી સ્કુલ, ઉભરાટ રોડ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. ગણદેવી ચાર રસ્તાથી ધનોરીનાકા-સુગર ફેકટરી રોડ થઇ બીલીમોરા તરફ જતા માર્ગનો વાહનચાલકો ઉપયોગ કરી શકશે.વલોટી બ્રહમદેવ મંદિર થી ભૈયા ટેકરી-કસ્બા રેલ્વે ફાટક, સુગર ફેકટરી થઇ ધનોરી નાકા થઇ ગણદેવી ચાર રસ્તા સર્કલ થઇ નવસારી તરફ જતા માર્ગનો ઉપયોગ કરી શકાશે. અમલસાડ નાકાથી ગાયકવાડ મીલ, તલોધ, ચીમોડીયા નાકા, ખાડા માર્કેટ તરફનો રસ્તાનો ઉપયોગ કરી શકાશે. બીલીમોરા રેલ્વે સ્ટેશનથી દેસરા થઇ ઓરીયા-મોરીયા, વાઘરેચ, ઘાંચીવાડ, કોળીવાડ તરફનો રસ્તાનો ઉપયોગ કરવો. વાઘરેચ થઇ કોળીવાડ, ઘાંચીવાડ, ઓરીયા, દેસરા, બીલીમોરા રેલ્વેસ્ટેશન તરફના રસ્તાનો ઉપયોગ કરવો. આલીપોર વસુધારા ડેરી થઇ કોલેજ સર્કલ, રાનકુવા સર્કલ, ખુડવેલ થઇ સાદકપોર, ગોલવાડ તરફ જતા માર્ગનો વાહન ચાલકો ઉપયોગ કરી શકશે.


આ પ્રવેશબંધી સરકારી વાહનો, ફરજ પરનો વાહનો, ઇમરજન્સી વાહનો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા મંજૂરી આપેલ ગણપતિ વિસર્જનના પ્રોસેસન સાથેના વાહનોને લાગુ પડશે નહિ. આ હુકમનો અનાદર કે ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 85 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 131 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો