નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ

0 0
Read Time:3 Minute, 20 Second

સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું

સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા

નવસારી: રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગણદેવી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધનોરી ગામે ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ઊપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે  કલેકટરશ્રીએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાઓનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા .

       ધનોરી  ગામે  આયોજિત ગણદેવી  તાલુકાના  સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ૨૫ ગામોના  લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે . આ સેવા સેતુમાં ભારત તથા ગુજરાત સરકારના ૧૩ વિભાગની કુલ ૫૫  સેવા જેવી કે  આધાર કાર્ડ, આવકનો દાખલો, ૭/૧૨ અને ૮ – અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે.

 આજ રોજ સેવાસેતુમાં આવેલ ચાંગા ગામના લાભાર્થી  દિપાલી ભરતભાઇ  પટેલ એ જણાવ્યું કે , મારે રેશન કાર્ડ માં સુધારો કરવાનું હતું જે ઘણા સમય થી બાકી હતું પરંતુ આજરોજ મારા ઘર આંગણે જ સેવા સેતુનો કાર્યક્રમ હોવાથી મારી અરજીનો નિકાલ ઘર બેઠા  થયેલ છે. અને મારે કચેરી સુધી જવું પડ્યું નથી તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું .  

        આ કાર્યક્રમમાં ગણદેવી  તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રશાંત ચંદ્રવદન શાહ,ચીખલી  પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ  , ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી  મહેશ પી.વિરાણી , ગણદેવી મામલતદારશ્રી જગદીશ એન.ચૌધરી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ , લાભાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલકેટરશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો