લાઇટ બીલમાંથી છુટકારો, મફત મળશે વીજળી અને તેમાંથી પણ મોટી કમાણી

0 0
Read Time:4 Minute, 29 Second

નવસારીના ટંડેલ ભાઈઓએ બિનપરંપરાગત સૌર ઊર્જાનો ઉપયોગ કરી ઘરનું વીજળી બિલ કર્યું શૂન્ય

સરકાર દ્વારા સોલાર પેનલ માટે લાભાર્થીઓને ન માત્ર સબસિડી મળે છે પણ લાભાર્થીઓના વીજબિલમાં પણ મળી રહી છે ખૂબ મોટી રાહત…રિન્યુએબલ એનર્જીના સદુપયોગ સાથે પર્યાવરણનું જતન એટલે સોલાર રૂફ ટોપ યોજના

નવસારી: ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે.

            રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા સૂર્ય ઊર્જા સોલર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નવસારીના લેક વ્યુ સોસાયટીના રહેવાસી ઈશ્વરભાઈ ટંડેલ તથા કાંતિલાલ ટંડેલ ભાઈઓએ સોલર રૂફ ટોપ યોજના અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતના ઘરનું વીજળી બીલ ઝીરો કર્યું છે .

             નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવેલા લેક વ્યુ સોસાયટીના બંગલાની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત ટંડેલ ભાઈઓએ ૦૩ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે. સોલાર રૂફટોપ વિષે ઈશ્વરભાઈ ટંડેલ જણાવે છે કે, “સોલાર રૂફટોપ લગાવવામાં ફાયદો જ ફાયદો  છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટમાં લાઈફ ટાઈમ વીજળી મળી રહી છે. અમારા બન્ને ભાઈઓના ઘરે ૩ કિલો વોટની સોલાર પેનલ લગાવી છે. આજે અમારા ઘરના રૂમ, ટીવી, ફ્રીજ, એ.સી.ના તથા અન્ય જરૂરીયાત વપરાશનું વીજબીલ શૂન્ય છે. અમારા ઘરના વાર્ષિક ૨૫૦૦ યુનિટના વપરાશ સામે બિનપરંપરાગત સૌર ઉર્જાના માધ્યમ થકી અમે અંદાજીત ૩૫૦૦ યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને હવે અમારે વીજળીના બીલને લઈને ચિંતા કરવી પડતી નથી.  

           નવસારીના ટંડેલ ભાઈઓ જેવા ગુજરાતના હજારો નાગરિકોએ સોલાર રૂફટોપના લાભથી પ્રેરિત થઈ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવડાવી છે. વીજળીની બચત અને વીજળીના અનેકવિધ ફાયદાઓ સમજી ગયેલા ગુજરાતના નાગરિકોએ સોલાર રૂફટોપ યોજનાને ખૂબ લોકપ્રિય બનાવી છે. રાજ્ય સરકારના વિઝન અને નાગરિકોના સહકારથી આજે યોજના સફળ બની છે, અને ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં રેસીડેન્સિયલ સોલાર પેનલ ઈન્સ્ટોલમેન્ટમાં અગ્રેસર રહ્યું છે. આમ, રિન્યુએબલ એનર્જીના સદુપયોગ સાથે પર્યાવરણનું જતન એટલે સોલાર રૂફ ટોપ યોજના એમ કહેવું જરાય અતિશયોક્તિપૂર્ણ નથી.

સોલાર પેનલ લગાવવાથી ફાયદો જ ફાયદો છે સાથે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છે: -ઈશ્વરભાઈ અને કાંતિલાલ ટંડેલ (ભાઈઓ )

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો