દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન 16 સપ્ટેમ્બરથી ભુજ થી અમદાવાદની વચ્ચે આરંભ થશે

0 0
Read Time:2 Minute, 57 Second

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે,

આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ,આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ઉદઘાટન ટ્રેન સેવા ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા 16 સપ્ટેમ્બર 2024ના રોજ ભુજથી 16.05 કલાકે ઉપડશે અને 22.15 કલાકે અમદાવાદ પહોંચશે.
રૂટમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે.

નિયમિત ટ્રેન સેવા ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો 17 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને 23:10 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો 18 સપ્ટેમ્બર 2024 થી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી 05.05 કલાકે ઉપડશે અને 10:50 કલાકે અમદાવાદ પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન 12 કોચવાળી વંદે મેટ્રો ટ્રેન સેટ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો