
ગુજરાત રાજયમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતો હોય છે. નવસારીના વિરાવળ પૂર્ણા નદી પુલ પર મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે નવસારી LCB પોલીસ દ્વારા 1,80,૦૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી બેની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કરેલ છે .
નવસારી LCB પોલીસ વિરાવળ વિસ્તારમાં પૂર્ણા નદી પુલ નજીક બાતમીના આધારે વોચ રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન XUV 300 કાર નંબર GJ-12-FB-2278 માં વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ કારમાં વિદેશી દારુની કુલ 1440 બોટલનો જથ્થો પ્રાપ્ત થયો હતો જેની કુલ કિમત 1,80,૦૦૦ /- છે. આ સાથે 5 લાખની કાર અને મોબાઈલ નંગ ત્રણની કિમત 1૦,500/- મળી કુલ 6,90,500/- નો મુદામાલ કબજે કરેલ છે. સાથે સંજય ઉફે રાજુ માલેકાર, દમણ અને દિપક ભીખુ માછી, ધરમપુર ઓની ધરપકડ કરી હતી. પોલીસે વધુ ત્રણ આરોપી વેદપ્રકાશ ઉફે શાહરૂખ જગદીશ પ્રસાદ શર્મા , દમણ સાથે સૂરત દારૂ મંગાવનાર અને અન્ય એક આરોપી મળી કુલ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.