ભાજપ-સંઘ સંઘર્ષ, ભાજપને વધુ નુકસાન પહોંચાડી શકે !

0 1
Read Time:3 Minute, 45 Second

ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષના નેતાઓ આગેવાની જીભ લપસી પડતી હોય છે હાલમાં પુરી થયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા એ ફોર્મમા ને ફોર્મમા કહી દીધું કે ભાજપ હવે સક્ષમ પક્ષ બની ગયો છે ભાજપ કેન્દ્રમા 400 પારના આંકડાને આરામથી રમતા રમતા સ્પર્શી જશે ભાજપને હવે સંઘના ટેકાની સહારાની જરૂર નથી.  

નડ્ડા એ ભુલી ગયા કે સંઘ એક રાષ્ટ્રવ્યાપી શિસ્તબધ સંગઠન છે. સંઘ ભાજપનુ અસ્તિત્વ હતું પણ નહીં તેના વરસો પહેલાથી કાર્યરત છે. સંઘ નવા જમાના પ્રમાણે વખતોવખત પરિવર્તન માટે હંમેશા તૈયાર હોય છે જયારે ચૂંટણી હોય એ રાજ્યોમાં સંઘના સમર્પિત કાર્યકરો દિવસો અરે મહિનાઓ પહેલા ગામડા ગામડાનો ખૂણો ફરી વળે છે આ એજ સંઘ છે જેના લાખો કાર્યકરોની અથાક મહેનત અને પરિશ્રમને કારણે ભાજપ લોકસભાના 2 બેઠક પરથી 182 બેઠકો પર પહોંચ્યો હતો અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીઓમાં સંઘના સક્રિય યોગદાનને કારણે જ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા હતા.

ભાજપ આગેવાનો આ વખતે 400 પારના નારામાં મગ્ન અને તલ્લીન હતા એટલે સંઘને બહુ ગણકારવાના મુડમાં નહોતા પરિણામ આપણી સામે જ છે. નરેન્દ્ર મોદીએ ખુબ જ સારા કામો કર્યા છે. જાંબાઝ હરતાફરતા કાર્યદક્ષ વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિના અમિતાભ બચ્ચન છે. હાલમાં એક થી એક હજાર નંબર પર માત્ર ને માત્ર મોદી જ બિરાજમાન છે. દુર દુર સુધી મોદી જેમ ભારતની જનતા અને ભારતની રાજનીતિને સુપેરે સમજતા કોઈ પણ વ્યક્તિ નજરે પડતા નથી મોદી વનમેન આર્મી છે મોદીની આભા પ્રતિભા નિરાળી છે એનો તો કોઈ ઇન્કાર કરી સકે એમ નથી.

પણ આપણા આવડા મોટા 140 કરોડની વસ્તીવાલા દેશમાં તમને લાંબા સમય સુધી લોકપ્રિય શાસન કરવું હોય તો બધાને સાથે લઈને ચાલવું આવશ્યક છે ” સબ કા સાથ સબ કા વિકાસ ” સુત્ર સાચા અર્થમાં સાર્થક કરવું પડશે.  હમણાં સર્વગ્રાહી ચિત્ર જોતા આ સુત્ર માત્ર કાગળ પર જ છે એમ કહી શકાય.  હાલની લોકસભામા એક પણ લઘુમતી ઉમેદવાર મંત્રી બન્યા નથી. તંદુરસ્ત લોકશાહી માટે આ સારો સંકેત નથી. હવે આવનારી બિહાર મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પ્રજા અને સંઘ બન્નેના સાથ સહકારની તાતી આવશ્યકતા છે. પ્રજાને ભૂલવા જેવી નથી. પ્રજાને રોજેરોજ સ્પર્શતા મોંઘવારી બેકારી રોજેરોજ ઘટતી આવક મુદ્દાઓ નજર અંદાજ કરવા જેવા નથી. આ વખતે વિરોધ પક્ષ મજબૂત બની ગયો છે વિરોધ પક્ષને  વધુ તક આપવી મોદીને કોઈ કાળે પોષાય એમ નથી. આપણે આશા રાખીયે કે આ વખતે મોદી કઈ નવા ચમત્કાર કરી બતાવશે?

એહવાલ : અબ્બાસભાઈ કૌકાવાલા, સુરત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 86 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 132 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો