ભાજપા સદસ્યતા અભિયાનનો પ્રારંભ, નવસારીમાંથી ત્રણ લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ

0 0
Read Time:3 Minute, 37 Second

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબીનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન -૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી .

        કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર, પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા/ મહાનગરમાં થનાર સદસ્યતા અભિયાન-૨૦૨૪ લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં “પત્રકાર પરિષદ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તબક્કે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ એ પત્રકાર પરિષદમાં માહિતીઓ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીની સુચના મુજબ નવસારી જિલ્લા માં ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ત્રણ લાખ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે તેમણે સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંગે વિગતવાર માહિતીઓ આપી હતી, નરેશભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડાજી ના વિશેષ માર્ગદર્શન અંતર્ગત ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન-૨૯૨૪ અંગે માહિતીઓ આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશની જેમ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક સદસ્યતા અભિયાનને સફળ બનાવવા તમામ ધારાસભ્યશ્રીઓ, સંગઠન ને વિશેષ જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે જેને લઇ જિલ્લામાં ત્રણ લાખ સદસ્ય બનાવવાનો અભિયાન સુપેરે પાર પડશે.લોનચિંગ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરા ભાઈ શાહે માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને પક્ષ ના સિનિયર કાર્યકર્તા જયંતિભાઈ વનમાળીભાઈ પટેલ ને પ્રાથમિક સભ્ય બનાવ્યા હતા.

     આ તબક્કે  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શિતલબેન સોની,સદસ્યતા અભિયાન ના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઈ ગજેરા, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાન ના જિલ્લા સહ ઇન્ચાર્જ જીગરભાઈ દેસાઈ, મનીષભાઈ પટેલ,હેમલતાબેન ચૌહાણ,લોચન શાસ્ત્રી ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 92 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 57 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો