‘SVPમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે લૂંટફાટ ચાલી રહી છે,શક્તિસિંહ ગોહિલનો ગંભીર આરોપ

0 0
Read Time:4 Minute, 33 Second

ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં ? એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જે દરમિયાન તેમણે SVP હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવામાં આવતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. આટલું જ નહીં દર્દીએ આ અંગે ફરિયાદ કર્યા બાદ 29000 રૂપિયાનું બિલ 3000 રૂપિયાનું થઈ ગયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ SVP હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

            ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સંસદમાં ઉઠાવેલ મુદ્દો જેમાં આયુષ્માન કાર્ડ માં દર્દીઓને પડતી હાલાકીમાં એસ.વી.પી હોસ્પિટલ એક કિસ્સાના ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુદ્દો ઉઠાવવાના મુખ્ય ઉદ્દેશ એસ.વી.પી ક્ષતિ સુધારે જેથી કરીને દર્દીઓને હાલાકી ભોગવવી ના પડે. ‘એસ.વી.પી હોસ્પિટલ ક્ષતિ સુધારવાની જગ્યાએ નિરાકરણ કરવાની જગ્યાએ અખબારી યાદી બહાર પાડી ને કંઇ ખોટું નથી થયું તેવી બડાઈઓ હાંકી.’ એસ.વી.પી માં બનેલ કિસ્સાની હકીકત અને પુરાવા આપીને એસ.વી.પીના દાવાની પોકળ હકીકત ખુલ્લી પાડી હતી. એક દર્દી જે એસ.વી.પીમાં દાખલ થાય છે તેને કહેવામાં આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ છે એટલે તેમને કોઈ પ્રકાર નું બિલ આપવામાં નહીં આવે. ત્યાર બાદ જ્યારે સારવારથી ખુશના હોવાથી બીજે સારવાર માટે જવા દર્દીએ માંગ કરી ત્યારે તેને જવાબમાં કહેવામાં આવ્યું કે ૬૭૦૦0 રૂપિયા ભરવા પડશે. ત્યારબાદ દર્દીના પરિવાર એ શક્તિસિંહ ગોહિલ ને રજૂઆત કરવા માં આવી હતી.

https://twitter.com/shaktisinhgohil/status/1903311921669193911

શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા RMOને ફોન ઉપર આ મુદ્દે વાત કરતા RMO જવાબમાં કહ્યું કે નિયમમાં કોઈ ફેર નહી થઈ શકે. દર્દીના પરિવારએ વારંવાર રજૂઆત કરી હતી કે બિલમાં ક્ષતિ છે, સારવાર કરતા રકમ વધારે છે. દર્દીને ૨૯,૮૯૯ રૂપિયાની દવાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. બિલ ચકાસતા દર્દીને જે દવા આપવામાં આવી ન હતી તેનું બિલ તેમાં હતું. દર્દીના પરિવારએ જ્યારે ધરણા ઉપર બેસવાનું કહેતા અને મીડિયા માં રજુઆત કરવાનું કહેતા કર્મચારી ઢીલા પડયા અને સ્વીકાર્યું કે જે દવાના ખોટા બિલ છે તે દવાઓ દવાની દુકાનમાં જ ખુણામાં પડી હતી જેનો ફોટો આજ રોજ પત્રકાર પરિષદમાં બતાવવામાં આવ્યો હતો. દર્દીના પરિવારને બિલ ઘટાડી ૩૦૬૯ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. પેહલા ૨૯.૮૯૯ રૂપિયાનું ખોટું બિલ ઘટાડીને ૩૦૬૯ થઈ ગયું તે દર્દીઓની ઉઘાડી લૂંટનું ઉદાહરણ છે. ત્યાર બાદ X -Rayનું ૪૨૦૦ રૂપિયા જે દર્દીના પરિવારએ રોકડા ભર્યા હતા તે બિલમાં બાકી દેખાડ્યા ત્યારે તેનો દર્દીના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.  X-Ray ભરેલા પૈસાને ખોટી રીતે ફરી બિલમાં ઉમેરવામાં આવ્યા હતા.દર્દીના પરિવાર એ ખોટા બિલના વિરોધમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પ્રકારના કેટલા કિસ્સા લોકો જોડે બનતા હશે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી.. આ લૂંટના મોડેલની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવાર સામે સખત પગલાં ભરવા જોઈએ.

           

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 43 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 91 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 136 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 57 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 70 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 159 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો