ધાર્મિક તહેવારોની ઉજવણીને અનુલક્ષીને પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા જાહેરનામું

0 0
Read Time:3 Minute, 45 Second

જાહેરનામાનો ભંગ  કે ઉલ્લંઘન કરનાર બીનજામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે

નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. અને સ્થાપના બાદ ધાર્મિક  રીત રિવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયાના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા જળચર જીવો, માછલીઓ વિગેરેનું મૃત્યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. 

મૂર્તિઓના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ દરિયા,નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન તાત્કાલિક અસરથી આગામી તા.૨૯-૦૫-૨૦૨૫ સુધી દેવી-દેવતાઓની બનાવટમાં તથા વિસર્જન સમયે કેટલાંક પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.

જેમાં પી.ઓ.પી. મૂર્તિઓ વિસર્જન સમયે, નદીઓ/તળાવના કિનારે રાખવી, નદી/તળાવમાં પધરાવવી નહી. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ. મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાઇ તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી. મૂર્તિકારોએ વેચાણ ન થયેલ તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી મૂકવી નહી. આયોજકોએ ૯ (નવ) ફૂટથી વધારે ઉંચાઇની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ એટલે કે વિસર્જન-સરઘસમાં સામેલ ગણેશજીની પ્રતિમાની કુલ ઉંચાઇ નવ ફૂટથી વધારે રાખવી નહિ. મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. ઝેરી અને ઉતરતી કક્ષાના સીન્થેટીક, રસાયણ કે કેમીકલ, ડાયયુકત રંગોનો જ ઉપયોગ કરવો નહિ. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી. તે અંગે નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સંસ્થાએ તકેદારી રાખવી. નવસારી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે. મૂર્તિ વિસર્જન થયા બાદ તમામ પંડાલ/મંડપ બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો