
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગોવા ખાતે માસ્ટર ઓલ ઇન્ડિયા બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે જેમાં નવસારી જીલ્લાના નરસિંહભાઈ પ્રેમાભાઈ ટંડેલ કે જેઓ બી. પી. બારીયા સાયન્સ ઈન્સ્ટીટ્યૂટ, નવસારીના શારિરીક શિક્ષણ વિભાગના નિવૃત પ્રાધ્યાપક તેમજ હાલ ગણદેવી તાલુકાના ભાટ ગામ પંચાયતના વોર્ડ સભ્ય તરીકે સેવા આપે છે જેઓ 70 વર્ષ ની વયએ રાષ્ટ્રીયકક્ષાએ માસ્ટર્સ 70 + મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરોક્ત અનેરી સિદ્ધિ બદલ 70 વર્ષની વયે પણ ફિઝીકલી ફીટ રહી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજય નું પ્રતિનિધિત્વ કરવા બાદલ નરસિંહભાઈ પ્રેમાભાઈ ટંડેલને નવસારી જીલ્લા બેડમિન્ટન એસોસિએશન ના પ્રમુખ ડૉ. મયુર પટેલ, મંત્રી ફરેદૂન મીરઝા, મિહીર દેસાઈ, પાર્થ પટેલ, સભ્યો અને જીલ્લા ના બેડમિન્ટન ખેલાડીઓએ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.