રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો /અભિપ્રાયો જાણવા હેતુ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

0 0
Read Time:3 Minute, 48 Second

સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્યશ્રી ઓ બેઠકમાં ઉપસ્થિત રહી કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, નાગરિકો પાસેથી વિવિધ મંતવ્યો મેળવ્યા

નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ ત્યાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે  આજરોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર અને શ્રીમતી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , નવસારી સરકારી કોલેજના આચાર્યશ્રીઓ, સંસ્થાના વડાઓ, કાયદાના નિષ્ણાતો,  સામાજિક કાર્યકરો, નાગરિકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સમાન સિવિલ કોડના ઉપસ્થિત સભ્યશ્રીઓએ નવસારી જિલ્લાના કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, વિવિધ સમાજના આગેવાનો,નાગરિકો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન  રિલેશનશિપ ની નોધણી બાબતે વિવિધ મંતવ્યો મેળવ્યા હતા.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે, સમિતિએ  ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં ઈ-મેલ (ucc@gujarat.gov.in) અથવા વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ (સરનામું – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરવા અપીલ કરી છે.

નોધનિય છે કે,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત) રંજનાબેન  પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરી છે. જે સમિતિમાં શ્રી સી. એલ. મીના આઈ.એ.એસ. (નિવૃત્ત), શ્રી આર.સી.કોડેકર વરિષ્ઠ એડવોકેટ, શ્રી દક્ષેસ ઠાકર પૂર્વ વાઈસ ચાન્સેલર (VNSGU) અને સુશ્રી ગીતાબેન શ્રોફ સામાજિક કાર્યકર સભ્યો છે.

આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા  કરવામાં આવી રહી છે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે. જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં નાદ ગુંજ્યોધર્મ ઘેર આનંદ ભયો,જય બોલો ઘનશ્યામકી

    છપૈયામાં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી.શ્રી સ્વામિનારાયણ ભગવાનની 244 મી જયંતિ મહોત્સવ દિવ્યતાથી ઉજવાયો વિશ્વભરના હજારો સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્રમાં શ્રી સ્વામિનારાયણ ભગવનની 244 મી જન્મ જયંતી…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 43 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 92 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 136 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 57 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 70 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 159 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો