
હરણફાળ વિકાસમાં જંગલોનું પ્રમાણ ઓછું થાય છે જેને લઈને વન્યજીવ પ્રાણીઓ ખોરાક અર્થે માનવ વસવાટ તરફ વળ્યા છે. ત્યારે નવસારીના અંતરિયાળ વિસ્તારમાં આંતકી દિપડાએ બાળકી પાર હુમલો કર્યો છે. આ હુમલામાં બાળકી ગંભીર ઇજા પામી છે. આ બાળકીને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે દીપડાના હુમલામાં ઘાયલ બાળકીની સુરત ની હોસ્પિટલમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ગતરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામ ખાતે નાની બાળકી પર દીપડા દ્રારા હુમલો કરાતા બાળકી ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થતા બાળકી ને સુરત ખાતે આવેલ યુનિવર્સલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવી હતી, આ ધટનાની જાણ થતા લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજરોજ યુનિવર્સલ હોસ્પીટલ ખાતે ઈજાગ્રસ્ત બાળકીની રૂબરૂ મુલાકાત લઈ ખબર અંતર જાણી હતી, તેમજ હોસ્પીટલ ના ડોકટર સાથે પરામર્શ કરી બાળકીના સારવારમાં કોઈ કચાસ ન રહે, સારી દેખરેખ થાય, એ માટે વિનંતી કરી હતી, તેમજ બાળકીના પરિવારને બાળકી જલ્દી સ્વસ્થ થાય એ માટે હૂંફ આપી, બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી હતી.




