નવસારીના દેગામ ખાતે “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0 0
Read Time:3 Minute, 14 Second

“એક પેડ મા કે નામ” અંતર્ગત દિકરીનો જન્મ થાય તો
એક વૃક્ષ વાવીને જતન કરવા અનુરોધ કરતાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ :

દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

નવસારીઃ ચીખલી તાલુકાના દેગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે વન અને પર્યવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા નું ઋણ આપણે કયારેય ચૂકવી શકતા નથી ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતા ના નામે એક વૃક્ષ વાવવું જોઈએ. દિકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું. વધુમાં વધું વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી એક પેડ મા કે નામ અભિયાન તાપી જિલ્લામાં ૯૦૦૦ જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાબરકાંઠાના ઇડર ખાતે ૧૨૦૦૦ વૃક્ષોનું વાવેતર, પંચમહાલ ખાતે ૧૩૫૫૧ વૃક્ષોનું વાવેતર, સુરત જિલ્લાના માંડવી ખાતે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે આજે દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે .આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ.

કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઇએ મહેમાનોને આવકારી એક પેડ મા કે નામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે સુરતના મુખ્ય વન સંરક્ષક ડો. શશિકુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વી.ડી.ઝાલા, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાકેશભાઇ પટેલ, ગ્રામજનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 85 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 131 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો