૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત નવસારીમાં સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ થશે

1 0
Read Time:2 Minute, 40 Second

સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.

નવસારીઃ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા ના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ થઇ રહયો છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ તા.૧૭ મી સપ્ટેમ્બર-૨૦૨૪ થી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.

નવસારી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન કાર્યક્રમ અનુસાર તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ નવસારી તાલુકામાં તેલાડા, આમડપોર, કુંભાર ફળિયા, પીનસાડ-સરોણા, પેરા ગામે, જલાલપોર તાલુકામાં ભુતસાડ, એથાણા,કોથમડી અને કલથાણ ગામે, ખેરગામ તાલુકામાં તોરણવેરા, જામનપાડા અને નડગધરી ગામે, ગણદેવી તાલુકામાં દેવધા, છાપર, કલમઠા, મોરલી, ભાઠા ગામે, વાંસદા તાલુકામાં રવાણીયા, ખાંભલા, કંબોયા, દોલધા, ચાપલધરા અને ચોરવણી ગામે યોજાશે.

લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એવા શુભ આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જ્યાં ગંદકી થતી હોય એવા સ્થળોની ઓળખ કરીને કાયમી સફાઈ થાય તેમજ પ્લાસ્ટિક જેવા પર્યાવરણને નુકસાનકર્તા પરિબળોનો નિકાલ અને જાહેર ઉદ્યાનો, દરિયાઈ વિસ્તાર, શાકમાર્કેટ, ઉદ્યોગોના વિસ્તાર જેવા સ્થળોએ ઝૂંબેશના રૂપે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બને અને સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય એવા શુભહેતુસર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને તેમની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 51 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 141 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 82 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 170 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો