રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબીની પંચાયત ટીમ

0 0
Read Time:3 Minute, 25 Second

ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), અને પંચાયતની સરાહનિય કામગીરી

: નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આટલા દિવસોની જહેમત બાદ ક્ષતિગ્રસ્ત લગભગ તમામ રસ્તાઓની મરામતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.

નવસારી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.

વિગતવાર જોઇએ તો, નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી હસ્તક નવસારી જિલ્લામાં કુલ -૬૮૭.૩૯ કિ.મી. લંબાઈના ૬૯ રસ્તાઓ આવેલા છે. જે પૈકી હાલમાં નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ અને પુરને કારણે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હતા. જેમાં ૪.ર૧ કિ.મી. લંબાઈમાં ખાડા પડ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંપૂર્ણ લંબાઈ પર મેટલપેચ પુર્ણ કરી લોકો માટે તમામ માર્ગોને ટ્રાફીકેબલ કરવામાં આવી દિધા છે. તેમજ આ તમામ રસ્તાઓ પર પાકા ડામર પેચની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જે આગામી સમયમાં પુર્ણ કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે.

આ ઉપરાંત આરએન્ડબી પંચાયત દ્વારા નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ તેમજ વાંસદા તાલુકાના સ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી ભારે વરસાદના કારણે નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓને મરામત કરાયા હતા. તાજેતરમાં ગણદેવી તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત કામગીરી તાત્કાલીક ધોરણે હાથ ધરાઈ હતી ગણદેવી ખાતે સરીબુજ્ર્ગ ઝંડા ચોક વિસ્તારમાં મરામત કરી જાહેર જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યો હતો.

આમ, નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખરાબ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કરી નવસારી જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 50 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 140 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 71 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 82 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 169 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો