નવસારીઃ ખ્યાતનામ અભિનેતા, દિગ્દર્શક કમલેશ મોતાની સ્મૃતિમાં આયોજિત આ સ્પર્ધા સર્વ પ્રથમ ડિજીટલ સ્પર્ધા છે. વિશ્વભરના લોકો માટે ખુલ્લી આ સ્પર્ધામાં નવોદિતોથી માંડીને અનુભવીઓ ભાગ લઈ શકે છે. સ્પર્ધાનું આ ચોથું વરસ છે. ગુજરાતી રંગભૂમિના રંગકર્મીઓ તથા ભાવકોના સંચાલન અને માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં લાયબ્રેરીમાં વેકેશન દરમ્યાન સતત એકટિવ રહેતી સર જે જે શાળામાં ધોરણ-૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉનડકટ પ્રાંજલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ હતું. શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલા તેમજ શિક્ષકોએ પ્રાંજલને અભિનંદન આપી સન્માનિત કર્યા હતાં.
Read Time:1 Minute, 3 Second




