નવયુવક ગણેશ મંડળ દ્વારા વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી

0 0
Read Time:2 Minute, 44 Second

વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો પ્રશ્ન છે. જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાનો સંદેશ અપાયો છે. નવસારી શહેરમાં તુલસીવન સોસાયટીમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે.

નવસારી શહેરમાં વ્યાપક પ્રમાણમાં ગણેશ મંડળો દ્વારા માટી, ધાસ અને લાકડામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક દાયકાથી પર્યાવરણ અર્થે જાગૃતિના સંદેશ પાઠવામાં આવી રહ્યા છે. આ ચાલુ વર્ષે પણ નવસારી શહેરના છાપરા રોડ ખાતે તુલસીવન સોસાયટીમાં વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં માટી સાથે વૃક્ષની છાલ અને ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે. સાથો સાથ પ્રતિમાની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. જેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટેલી ડાળીઓ અને વેલાઓનો ઉપયોગ કરી મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે.

આ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 90 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમાની ઊંચાઈ 9  ફૂટ છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર નવસારીમાં લાકડાની છાલ માંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

નવસારીનાં છાપરા રોડ વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 85 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 131 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો