મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજ-NDCના અધિકારીઓ

0 0
Read Time:3 Minute, 26 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને ૧૭ સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ભારતીય સેનાના મેજર જનરલ શ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં ૧૭ મેમ્બર્સની આ ટીમ મળી હતી. આ ટીમમાં ઈન્ડીયન રેવન્યુ સર્વીસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ,તાનઝાનીયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા હતા.

૧૭ મેમ્બર્સની ટીમ ગુજરાતના શૈક્ષણિક સાપ્તાહિક પ્રવાસ દરમિયાન ગિફ્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમુલ ડેરી આણંદ અને વડોદરામાં C-295 એરક્રાફ્ટ એસેમ્બલી યુનીટની મુલાકાત લેશે

નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્‍ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે.

આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ ૧૭ મેમ્બર્સની એક ટીમ તા. ૨૧ માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટુર પર આવેલી છે.

આ  એક અઠવાડિયાની સ્ટડી ટુર દરમિયાન ગુજરાતના બહુવિધ વિકાસલક્ષી પહેલુઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નિર્માણ થયેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ હબ ગિફ્ટ સિટી સહિત ના વિવિધ સ્થળોની મુલાકાત NDCની ટીમના સભ્યો લેવાના છે.

તદનુસાર , વિદ્યા સમીક્ષા કેન્દ્ર ,સાબરમતી આશ્રમ, ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને સાબરકાંઠાના વધરાડમાં ઈન્ડો-ઈઝરાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વિશ્વખ્યાત અમુલ ડેરી આણંદ તથા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ આ ટીમ જવાની છે.

વડોદરામાં C-295 એરક્રાફટ એસેમ્બલી યુનીટ તેમજ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઈને ટીમના સભ્યો શુક્રવાર ૨૧મી માર્ચે દિલ્હી પરત જવા રવાના થશે. ગુજરાતના આ  બધા સ્થળોના પ્રવાસ મુલાકાત પૂર્વે આ અધિકારીઓની મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી  બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને સચિવ શ્રીમતી અવંતિકા સિંધ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો