પરિવારથી વિખુટુ પડેલા બાળકનો પુન:સ્થાપનનો સફળ પ્રયાસ

0 0
Read Time:3 Minute, 27 Second

ઉતરપ્રદેશથી ખોવાયેલા બાળકનું બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારીના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું

નવસારી : ૨૭  ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કંજાસ નામના નાનકડા ગામનો એક બાળક પોતાના પિતરાઈ ભાઈઓ સાથે રજાઓમાં ફરવા માટે વાપી આવ્યો હતો. પણ કોઈ કારણોસર ભાઈઓથી વિખુટો પડ્યો હતો અને તે  ખોવાયેલું બાળક વાપી પોલીસને મળ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે  ખોવાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ વલસાડ સમક્ષ રજૂ કર્યું હતું અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ધરાસણા ખાતે બાળકને સાર સંભાળ માટે મુકવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક કાઉન્સેલીંગ બાદ વધુ માહિતી પ્રાપ્ત થાય તે હેતુસર    આ બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,ખૂંધ-ચીખલીમાં પ્રવેશ આપી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતું.

        ઉત્તરપ્રદેશથી ખોવાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ,નવસારીના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિના જણાવ્યાનુસાર સદર બાળકને સમિતિ સમક્ષ રજુ કર્યો બાદ બાળકનું કાઉન્સેલિંગ કરાવેલ તેમજ બાળક સાથે ચર્ચા કરેલ કાઉન્સેલરો દ્વારા બાળકની અનુકૂળતા પ્રમાણે, એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સમજી ને લગભગ એક અઠવાડિયા સુધી બાળક પાસેથી કેટલીક વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો. જેમાં બાળક ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રતાપગઢ જિલ્લાના  કંજાસ ગામના વતની  હોવાનું માલુમ પડ્યું હતું .

     બાળકને પરિવાર સાથે વહેલી તકે મિલાપ કરાવવાનું હોય તેના વાલી વારસ અને પરિવારને શોધવા માટે નવસારી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દવરા  ઉતરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની સંબંધિત કચેરીઓનો  સંપર્ક કરી  બાળકના સમગ્ર પરિવાર ને  શોધી કાઢવામાં સફળતા મળી હતી અને બાળકને પરિવાર સાથે મિલન કરાવવા અને કુટુંબમાં પુનઃસ્થાપન કરાવવા બાળકને ઉત્તરપ્રદેશ પ્રતાપગઢ તબદીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે .

      નવસારી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ દ્વારા ઉતર પ્રદેશથી વિખુટા પડેલ બાળકના પરિવારની શોધ તેમજ એક પરિવારને એનું ખોવાયેલું બાળક પાછું મેળવવામાં સફળ પ્રયાસ કર્યો છે  જેમાં  મહત્વ ની ભૂમિકા ભજવનાર   સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો