કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ

0 0
Read Time:5 Minute, 5 Second

કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો

પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી બાળકીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સાઈકલનું વિતરણ કરાયું

નવસારી: આજરોજ ગણદેવી રોડ સ્થિત બી.આર.ફાર્મ ખાતે પેટ્રોનેટ એલ એન જી લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય મંત્રીશ્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લાના ધોરણ ૮ માં અભ્યાસ કરતી કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે ૩૦૦૦ સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા તથા બાળકીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કટિબધ્ધ રહ્યા છે. આ શુભ આશયમાં ગુજરાતની ઘણી કંપનીઓ ઘણા વર્ષોથી સી.એસ.આર હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગ આપી મદદરૂપ થઈ રહ્યા છે. આજે નવસારી જિલ્લાની કન્યાઓને ભણવામાં કોઈ બાધા ન આવે તથા અવર જવરની સરળતા માટે પેટ્રોનેટ એલ એન જી લિમિટેડના સી.એસ.આર હેઠળ ૩૦૦૦ થી વધુ સાઈક્લ વિતરણ આજે નવસારી જિલ્લાની કન્યાઓને કરવામાં આવી છે જે જનભાગીદારી થકી સમાજના સર્વાંગી વિકાસનું શ્રેષ્ટ ઉદાહરણ છે.

આ પ્રસંગે દરેક નાગરિકોને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા અનુરોધ કરતા જલશક્તિ મંત્રાલય મંત્રીશ્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, જનશક્તિથી જળશક્તિ’ ને સફળ બનાવવા સંકલ્પ લઈએ. સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું. દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા “ કેચ ધી રેન”ના મહાઅભિયાનમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. આ સાથે આવનાર સમયમાં ‘વિકાસ મોડેલ’ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં ‘જળસંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે’ તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં હાલમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા પખવાડીયા”માં લોકો સ્વચ્છતાને પોતાનો સ્વાભાવ બનાવી નવસારીને સૌથી સ્વચ્છ શહેર બનાવવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે પેટ્રોનેટ એલ.એન.જી. લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીની કન્યાઓના સામાજિક ઉત્થાનમાં મદદરૂપ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકાની ધોરણ ૮ માં ભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ સાધન અર્પણ કરાયા હતા.

આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ-ગણદેવી, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, ભારત પેટ્રોલીયમ ઈન્ડીપેન્ડન્ટ ડીરેક્ટરશ્રી સુષ્મા અગ્રવાલ, પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડના ડીરેક્ટર વી.કે.મિશ્રા, ત્રયમ ફાઉન્ડેશન પ્રતિનિધિઓ અને નવસારીની ધોરણ ૮ની કન્યાઓ સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં જળસંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે- જલશક્તિ મંત્રાલય મંત્રીશ્રી સી. આર. પાટીલ

દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા અનુરોધ કરતા જલશક્તિ મંત્રાલય મંત્રીશ્રી સી.આર. પાટીલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 50 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 106 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 140 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 72 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 82 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 170 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો