
સર જે. જે. પ્રાયમરી શાળામાં ”મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન :
બાળકોએ સ્પર્ધામાં ભાગ લઇ કુશળતા પ્રદર્શિત કરી
નવસારી શુક્રવાર- નવસારીનીસર જે. જે. પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધા નું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫નાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૧૩ જેટલા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી. પોતાની આગવી છટા દ્વારા આત્મવિશ્વાસ સાથે પોતાના વક્તવ્યની રજૂઆત કરી હતી. બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ જણવવા તેમજ તેમને અભ્યાસની સાથે જ્ઞાનનુ ચિંતન કરવાના ઉદ્દેશથી આ સ્પર્ધાનું વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવે છે. શાળાના શિક્ષિકા પુષ્પાબેન આહિર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે આરમતી કીકાએ સેવા આપી હતી. બાળકોની સુંદર છટા, અને આત્મ વિશ્વાસ તેમજ અવનવા વિષયોને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લઈ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને આશ્વાસન નંબર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી કડોદવાલાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે સફળ રહયો હતો. ધોરણ-૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ રૂહીએ ચેસ કોમ્પીટીશનમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધા નોટરી કલબ દ્વારા ભક્તાશ્રમ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. શાળા પરિવારે વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.
૦૦૦૦