વાંસદાના માન પુનિયા ખાતે પાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ

0 0
Read Time:3 Minute, 14 Second

હરિતક્રાંતિ આવ્યા બાદ ભારત દેશમાં ખેતીમાં હરણફાળ ભળી છે અને ખેતપેડાશો જેવા કે અન્ય શાકભાજી ફળફળાદી વગેરેમાં ઉત્પાદન વધવાની સાથે સ્વનિર્ભર બનેલ છે.  તદઉપરાંત ભારત દેશ નિકાસ કરતા દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે. પરંતુ તેની સાથે સાથે ખેતીમાં બીજા પ્રશ્નો જેવા કે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો,  ઉત્પાદન ક્ષમતામાં સ્થિર થવી, ભૂગર્ભ જળ ન ઘટાડો, ઉત્પાદિત અન્ન/શાકભાજીમાં ઝેરના અવશેષો મળવા, પર્યાવરણ પર માઠી અસરો, જળવાયું પરિવર્તન વગેરે તથા હાલમાં થતી ખેતીથી માનવ જીવનના સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો પણ જોવા મળેલ છે.  આ બધી સમસ્યાઓથી બચવા અને જમીન ફળદ્રુપતા જાળવીને લાંબો સમય સુધી ટકાઉ ખેતી કરવા અને ગુણવત્તા ઉત્પાદન મેળવવા માટે ગાય આધારિત ખેતી તથા પાકૃતિક ખેતી તરફ વળવું એ આજના સમયને માંગ છે.

 જેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના માનનીય કુલપતિ શ્રી ડો. ઝેડ પી પટેલના માર્ગદર્શન અને પ્રેરણનાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વાંસદા ના માનપુનિયા ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ગામના માજી સરપંચ શ્રી રમેશભાઈ સૌનું સ્વાગત કરતા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના પ્રોજેક્ટનોનો લાભ લેવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા હાકલ કરી હતી. આ શિબિરમાં કેવીકે ના વડા ડો. કે એ શાહે પ્રાકૃતિક ખેતી દેશી ગાયનું મહત્વ અને તેના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બીજામૃત, જીવામૃત, ધનજીવમૃત  બનાવવાની પદ્ધતિઓ અને તેના ઉપયોગ તેમજ ખેતીમાં આવતી રોગ જીવાત ને નિયંત્રણ કરવા માટે વનસ્પતિજન્ય દવાઓ જેવી કે બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર,  દર્શપણી અર્ક બનાવવા માટેની જાણકારી આપી હતી. જી.જી.આર.સી નવસારીમાંથી પધારેલ અધિકારીઓ શ્રી તુષારભાઈએ ખેતીમાં પરંપારક ગત પિયત પદ્ધતિ છોડીને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી કે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિ અપનાવ પર ભાર મૂક્યો હતો.

 આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી રીનાબેન, દૂધ મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આજુબાજુ ગામના આગેવાનો અને ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને ખેતીમાં મૂંઝવણતા પ્રશ્નો અંગેનું નિવારણ મેળવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

  • By admin
  • September 19, 2025
  • 38 views
વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

  • By admin
  • September 18, 2025
  • 85 views
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

  • By admin
  • May 3, 2025
  • 131 views
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

  • By admin
  • April 17, 2025
  • 54 views
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

  • By admin
  • April 17, 2025
  • 65 views
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

  • By admin
  • April 17, 2025
  • 154 views
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો