ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં

0 0
Read Time:3 Minute, 52 Second

નવસારીઃ  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી  દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં જુદા-જુદા એકમોમાંથી કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં છે. જેમાં તહેવારો નિમિત્તે ફરાળી વાનગી બનાવવા માટેની પેકીંગ ખાદ્યચીજો ફરાળી, ફરાળી બિસ્કીટો, ફરાળી રાંધેલો ખોરાક-વડા-પેટીશ વિગેરે, મિઠાઇ, ફરસાણના નમૂનાઓનો સમાવેશ થાય  છે. મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને પિરસવામાં આવતા રાંધેલ ખોરાક તેમજ તેના કાચા સામાનના નમૂનાઓ લેવામાં આવ્યા  છે.

આ અગાઉ ધનહર મસાલા ભંડાર પ્રા.લી. માણેકપોર, જલાલપોર ખાતેથી ફરાળી શિંગોળાનો લોટ બનવવા માટે વપરાતા આખા શિંગોળા ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવ્યા હતાં. જે અનસેફ જાહેર થતા આ પેઢી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એલ.સી. નવસારી સાથે સંયુકત કામગીરીમાં કુલ-૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર નમૂના લીધા બાદ કુલ-૨૯૧૮ લી. નો જથ્થો જેની કિંમત કુલ-૧૩,૬૬,૯૯૮/- રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે પૈકી  રીફાઇન્ડ પામઓઇલ તેલ (લીલી) બ્રાંડ એડલટ્રંટ (ઘી માં ભેળસેળ કરવા વાપરવા માટે સંગ્રહ કરેલ શંકાસ્પ્રદ જથ્થો) તરીકે લેવામાં આવેલ, ક્રિમ (લુઝ) તથા અન્ય કુલ-૬ નમૂના અલગ-અલગ બ્રાંડના ઘી ના હતા એ તમામ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું હોય શિવ ફૂડ પ્રોડક્ટ,  ઓણચી, નવસારી વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પેઢીનો પરવાનો ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારીનાઓએ કુલ-૬૦ દિવસ માટે સ્થગિત(સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લા ખાતે આવેલ જુદા-જુદા એકમો મળી કુલ-૧૨૯ પેઢીઓની તપાસ કરવામાં આવેલ જે પૈકી કુલ-૯ પેઢીઓ વિરૂધ્ધ રજીસ્ટ્રેશન ન ધરાવતા હોય ફૂડ સેફટી ઓફિસરોએ કંમાઉન્ડીંગ સમાધનલક્ષી અરજીઓ દાખલ કરવામાં આવેલી જે પૈકી કુલ-૬ અરજીઓ સામે ડેઝીગ્નેટેડ ઓફિસર, નવસારી દ્વારા સમાધન હુકમથી નિકાલ કરી કુલ રૂ.૧૭,૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે. એક અરજી સમાધાનલક્ષી કાર્યવાહી માટી પેન્ડીંગ છે તેમજ કુલ-૨ અરજીઓ શ્રધ્ધા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ અને ઓરેંજ હોસ્પિટલ ખાતે આવેલ કેન્ટીંન વિરૂધ્ધ ફૂડ સેફટી ઓફિસરને એજ્યુડીકેશનની આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે. તેમજ કુલ-૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ (Improvement Notice) પાઠવવામાં આવેલી છે. તેમ ખોરાક અને ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી ઔષધ નિયમન તંત્ર, નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.…

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવી પાણી લાઇનને થયેલા નુકસાનને કારણે શહેરીજનોને પીવાના પાણીનો પુરવઠો બંધ . નવસારી શહેરના મોટા બજાર નજીક કોર્ટ મહોલ્લામાં પાણી ટાંકી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. આ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું

    • By admin
    • September 19, 2025
    • 38 views
    વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    • By admin
    • September 18, 2025
    • 85 views
    વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    • By admin
    • May 3, 2025
    • 131 views
    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    • By admin
    • April 17, 2025
    • 54 views
    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    • By admin
    • April 17, 2025
    • 65 views
    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    • By admin
    • April 17, 2025
    • 154 views
    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો