નવસારીઃ નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક અસરથી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, બંદુક, છરા, લાકડી, પથ્થરો, સ્ફોટક પદાર્થો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Read Time:54 Second




