
સંસ્કારી નગરી નવસારી શહેરમાં આજથી ગણેશ મહોત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે ત્યારે શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ નવસારી અને નિરાલી હોસ્પિટલનાં સયુકત ઉપક્રમે વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડીકલ કેમ્પમાં હદયરોગ, હાડકાના રોગ, બાળ રોગ, જનરલ સર્જન સાથે ફિઝીશીયન નિષ્ણાંત તબીબોએ સેવા આપી દર્દીઓની યોગ્ય તપાસ કરશે. આ મેડીકલ ચેકઅપ કેમ્પ આગામી તારીખ ૧૪-૦૯-૨૦૨૪ ને શનિવારના રોજ યોજાશે. દસેરા ટેકરી ખાતે નવસારી નગર પ્રાથમિક સંચાલિત મિશ્ર શાળા નંબર-૧૦માં રાખવામાં આવેલ છે જેનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.
આ વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પમાં દર્દીઓએ નામ નોધાવવા શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ પ્રમુખ પ્રવીણભાઈ શિંદે ૯૯૨૫૭૬૩૮૮૩, કિશોરભાઈ જેઠવાણી ૭૩૮૩૦૭૩૭૦૩, ભરતભાઈ ગાંધી ૯૮૨૫૦૬૧૭૬૭, ગિરીશ ભાસ્કર ૯૮૭૯૪૦૧૨૪૭ અને ભૂમિકાબેન કુનબી ૯૮૭૯૮૦૦૧૪૦ સંપર્ક કરી શકાશે.