
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ જુડો બહેનોની સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુરત ખાતે યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ માં એસ. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતી મોનીકા વી. ઘાડિયા એ 49 કેજી વજન ગ્રુપ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને જેઓની પસંદગી ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિવર્સીટી જુડો સ્પર્ધા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ટીમ માં પસંદગી થયેલ છે. ઉપરોક્ત સિદ્ધિ બદલ મોનીકા ઘાડિયા અને એમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપનાર શા.શિ. ના વ્યાખ્યાતા ડૉ મયુર પટેલને ચેરમેન શ્રી મહેશભાઈ કંસારા, કો. ઓડીનેટર ખ્યાતિબેન કંસારા, ડાયરેક્ટર ડૉ . વી. ડી. નાયક, આચાર્ય ડૉ. ચિરાગી એચ. દેસાઈ એ વિજેતા ખેલાડીઓ અને તાલીમ આપનારને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.